Refined Oil, The enemy of your health

રિફાઈંડ તેલ ક્યાંક બગાડી ના દે તમારું સ્વાસ્થ્ય જાણો રીફાઇન્ડ તેલ નું સત્ય

દોસ્તો શું તમે ક્યારેય વિચાર્યું નથી ? કે જે રિફાઇન્ડ કરેલ તેલ થી તમે અને તમારા બાળકોનું માલિશ નથી કરી શકતા,
જે રિફાઇન કરેલ તેલ તમે વાળ માં પણ નથી લગાવતા,તો પછી નુકશાનકારક રિફાઇન તેલ તમે ખાવામાં ઉપયોગ કેવી રીતે કરો છો?

આજથી 50વર્ષ પહેલા તો કોઈ રિફાઇન તેલ વિષે જાણતા પણ હતા. છેલ્લા 20-25 વર્ષ થી આપણા દેશમાં આવ્યું છે.

અમુક વિદેશી કંપનીઓ અને ભારતીય કંપનીઓ ધંધામાં જોડાઈલી છે. તેમણે બુદ્ધિપૂર્વક ટેલિવિઝન ના માધ્યમ દ્વારા ખુબજ બહોળા પ્રમાણમાં પ્રચાર કર્યો પરંતુ લોકોએ તેમની વાત માની નહિ.

તે સમયે તેમણે ડોકટરોના માધ્યમથી જાહેરાત કરાવવાનું શરુ કર્યું. ડોક્ટરોએ તેમના પ્રેસ્ક્રિપ્શનમાં રિફાઇન તેલ લખવાનું શરૂ કર્યું કે તેલ ખાવું તો સૂર્યમુખીનું ખાવું,એમ નથી કહેતા કે તેલ,સરસો નું ખાવ કે મગફળીનું ખાવું, હવે કેમ,તમે સમજદાર છો તો સમજી શકો છો.

રિફાઇન તેલ બને છે કેવી રીતે ? મેં જોયું છે અને તમે પણ ક્યારેક જોઈ લો તો સમજી જશો. કોઈ પણ તેલને રિફાઇન કરવા માટે 6 થી 7 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રિફાઇન કરવા માટે સંખ્યા 12 થી 13 થઇ જાય છે. બધા કેમિકલ મનુષ્ય દ્વારા બનાવેલ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલ છે. ભગવાન દ્વારા બનાવેલ એક પણ કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો. ભગવાનનું બનાવેલ એટલે કે કુદરતે આપેલ છે જેને આપણે ઓર્ગેનિક કહીએ છીએ.

તેલને શુદ્ધ કરવા માટે જેટલા કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે તે બધા INORGANIC છે અને INORGANIC કેમિકલ દુનિયામાં ઝેર ફેલાવે છે અને તેનું COMBINATION ઝેર તરફ લઇ જાય છે. એટલા માટે રિફાઇન તેલ,ડબલ રિફાઇન તેલ ભૂલથી પણ ખાવું.પછી તમે કહેશો કે,શું ખાઈએ ? તો તમે શુદ્ધ તેલ ખાઓ,,સરસોનું, મગફળીનું , ટીસીનું,કે નારિયેળનું તો તમે કહેશો કે શુદ્ધ તેલમાં વાસ ખુબ આવે છે અને બીજું કે શુદ્ધ તેલ ખુબજ ચીકણું હોય છે. અમે શુદ્ધ તેલ ઉપર કામ કર્યું અથવા બીજી રીતે કહીએ તો સંશોધન કર્યું ત્યારે અમને ખબર પડી કે તેલનું ચીકણાપણું તેનો ખૂબ મહત્વપૂર્ણં ધટક છે.

તેલમાંથી જેવું ચીકણાપણું દૂર થઇ ત્યારે ખબર પડી કે તેલ તેલ રહ્યું,પછી અમને ખબર પડી કે તેલમાં જે વાસ આવે છે તે તેલ ની પ્રોટીન ની સામગ્રી છે , શુદ્ધ તેલમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે,દાળ માં ભગવાને આપેલ પ્રોટીન ખુબજ પ્રમાણમાં હોય છે,દાળ પછી વધારે પ્રમાણમાં પ્રોટીન હોય તો તે તેલમાંજ છે,તો તેલમાં તમને જે વાસ આવે છે તે તેનું organic content છે પ્રોટીન માટે.

4/5 જાતના પ્રોટીન હોય છે બધા તેલમાં , તમારા જેવા તેલની વાસ દૂર કરી દેશો તો પ્રોટીનનું ઘટક જતું રહેશે અને ચીકણાપણું દૂર કરી દેશો તો fatty acid ગાયબ. હવે જો બંને વસ્તુ દૂર થઇ ગઈ તો તેલ નહીં પાણી છે. ઝેર ભેળવેલું પાણી.અને આવા રિફાઇન તેલ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે ઘૂંટણનો દુઃખાવો , કમરનો દુઃખાવો , હાડકાનો દુઃખાવો , તો નાની બીમારીઓ છે,બધાથી ભયંકર બીમારી છે તે હૃદયરોગનો હુમલો,પેરાલીસીસ, મગજ ને નુકશાન થવું,
વગેરે વગેરે .

જે જે ઘરોમાં પુરા મનથી રિફાઇન તેલ ખાવામાં આવે છે તે ઘરોમાં સમસ્યા તમને જોવા મળશે. અત્યારે તો મેં જોયું છે કે જેને ત્યાં રિફાઇન તેલ નો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં heart blockage અને heart attack ની તકલીફો વધી રહી છે.

જયારે અમે સૂરજમુખીનું તેલ પ્રયોગશાળામાં ટેસ્ટ કર્યું  તો AIMS ના પણ ઘણા ડોક્ટરોને તેમાં રસ પડ્યો અને તેમણે આના ઉપર કામ કર્યું અને ડોક્ટરોએ જે કઈ કહ્યું તેને હું એક લાઈન માં જણાવું છું કેમકે તે રિપોર્ટ ખુબજ મોટો છે અને બધી બાબતોની ચર્ચા કરવી મુશ્કેલ છે.

તેમણે કહ્યું તેલમાંથી જેવું તમે ચીકણાપણું દૂર કરશો , વાસને દૂર કરશો તો તેલ નહીં રહે,તેલના તમામ જરૂરી તત્વો દૂર થઇ જાય છે અને ડબલ રિફાઇનમાં કાંઈજ રહેતું નથી, અને તેને આપણે ખાઈએ છીએ તેલને કારણે જે કાઈ પૌષ્ટિકતા આપણને મેળવી જોઈએ તે નથી મળી રહી.

 

Paper cut of news paper Dainik Jagaran dated 15th May 2016

Similar Posts