પરંપરાગત તેલ સિવાયના તેલથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે (ભાગ – 1)
Using Non Traditional Oils May Be Making You Sick (Part 1)
(Read this article in English at the bottom)
ભારતમાં, નૈસર્ગિક બીજ જેવા કે, સરસવ મગફળી તેલ અને નાળિયેરને પરંપરાગત પદ્ધતિથી ખાદ્યતેલ તથા ખાદ્યતેલની પેદાશો માટે ઉગાડવામાં આવે છે. આ ખાદ્ય તેલ અને પેદાશો પરંપરાગત રીતે, નાના પાયે, બિનહાનિકારક પદ્ધતિથી, કાચી ઘાણી(કોલ્ડ-પ્રેસ)ની મદદથી કાઢવામાં આવે છે. આ રીતે કુદરતી રીતે મેળવેલ તેલમાં ઘણી વધુ માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. તે સ્વાદમાં પણ ઘણું સારું લાગે છે. તેને પરંપરાગત રીતે, તેના અનરીફાઇન્ડ અથવા કુદરતી સ્વરૂપમાં સાચવવાથી તે જલ્દીથી બગડી જતું નથી.
એક અભ્યાસ મુજબ,
“હમણાં તાજેતરમાં વિદેશી તેલ, મુખ્યત્વે જેવા કે સોયાબીનનું તેલ, સૂરજમુખી અથવા સનફ્લાવર નું તેલ અથવા સેફ્લાવર (સૂર્યમુખી જેવું ફુલ)નું તેલ ભારતમાં લાવવામાં આવેલ છે. આ પ્રકારના, ગરમી અને વિવિધ સોલવન્ટ (રાસાયણિક દ્રાવક જેમાં વસ્તુ ઓગળે) વાપરીને મેળવેલા તેલ, ખૂબ વધુ પ્રમાણમાં પોલીસેચુરેટેડ ફેટી એસિડ (ચરબી અથવા ફેટનો પ્રકાર) ધરાવતા હોય છે. જે ભારતીય રસોઈ પદ્ધતિ માટે અથવા તે તેલ ને લાંબા સમય સંગ્રહ કરવા માટે અયોગ્ય બનાવે છે. આ પ્રકારના તેલ ફક્ત શુદ્ધ સ્વરૂપે, એટલે કે ખૂબ વધુ રિફાઇન્ડ, પારદર્શક, અને લગભગ રંગવિહીન સ્વરૂપે મળે છે. જેમાં મોટેભાગે ઉપરથી વિટામિન્સ નાખવામાં આવે છે. આ પ્રકારના ઓઈલ તંદુરસ્તી અને પોષ્ટીક તત્વો ની દ્રષ્ટિએ પારંપરિક તેલ ની સરખામણીમાં નીચા અથવા ઉતરતી કક્ષાના હોય છે. તેમ છતાં, કારણકે તેનો (અથવા તેના કહેવાતા તંદુરસ્તીના ફાયદાના દાવાઓનો) પ્રચાર ખૂબ મોટાપાયે કરવામાં આવતો હોઈ, હવે ભારતીય બજારોમાં આ તેલની માંગ વધી રહી છે.”
http://www.independentsciencenews.org/…/indias…/ – આ આર્ટીકલમાં ભારતમાં ફેટ અથવા ચરબીના પ્રચલનના ઇતિહાસની માહિતી મેળવી શકાય છે.
અને ઉપરોક્ત વાત સાચી પણ છે. આપણે એમ પણ કહી શકીએ કે, ભારતમાં ખાદ્યતેલ નો મુદ્દો વિવાદિત રહ્યો છે. એનું એક કારણ એમ પણ છે કે, તેલના વેપાર સાથે મોટા માથાઓ સંકળાયેલા છે અને તેઓ આપણને હકીકત થી વિપરીત અથવા ગૂંચવી નાખે તેવી માહિતી આપી રહ્યા છે. ફક્ત હમણાં કેટલાક મેડિકલ પ્રોફેશનલ્સ ચરબી નું આપણા શરીર માટે મહત્વ સ્વીકાર્યું અને પોતાનું મંતવ્ય બદલ્યું છે. આથી આપણે ફેટ અથવા ચરબી વિશેની માહિતીને આ નવા અભ્યાસોના પ્રકાશમાં ફરી ચકાસીએ એ જરૂરી છે.
ફેટ અથવા ચરબી એ એક જટિલ વિષય છે, જેની માટે ઘણી સમજૂતી અથવા સ્પષ્ટીકરણ જરૂરી છે. આપણે આ વિષય ઉપર આવનારી ઘણી પોસ્ટમાં વિગતવાર ચર્ચા કરીશું. અહીં અત્યારે એમ કહેવું ઘણું છે કે, ચરબી અથવા ફેટ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેના વગર આપણે જીવી ન શકીએ.
આપણું મગજ ઓછામાં ઓછા ૬૦ ટકા ફેટ, ખાસ કરીને કોલેસ્ટેરોલનું બનેલું છે. આપણા માટે ફેટ અથવા ચરબીમાં ઓગળી શકે તેવા તમામ પૌસ્ટીક ઘટકો જેવા કે, વિટામિન એ, ડી, ઈ અને વિટામિન કે ના શોષણ માટે ફેટ અથવા ચરબી જરૂરી છે. આ પૌસ્ટીક તત્વો આપણા શરીરના વિવિધ કાર્યો માટે ખૂબ જ જરૂરી છે. જેવા કે, કોષદિવાલ ની રચના કરવી, વિવિધ ખનીજ તત્વો ને ભેગા કરવા અથવા આત્મલયન કરવા, હોર્મોન અથવા અંતઃસ્ત્રાવો ના સ્તરને સ્થિર કરવા, રોગપ્રતિકાર શક્તિ નું સર્જન કરવા, પાચનક્રિયાને મદદ કરવા તથા ત્વચાને સુંવાળી અને કોમલ રાખવા વગેરે માટે..
શરીરને ફેટ ની જરૂર શક્તિના સ્ત્રોત તરીકે પણ છે. ન્યુટ્રીશન (પોષક તત્વો સંબંધી શરીર વિજ્ઞાન)ની ભાષામાં ઉર્જાના એક અકમને કેલેરી કહેવામાં આવે છે. કેલેરી એટલે શરીરમાં લીધેલ ખોરાક માંથી કેટલી ઊર્જા છૂટી પડી અને શરીરે વિવિધ કાર્યો કરવા માટે કેટલી ઉર્જા વાપરી તેનું માપ. આપણે ખોરાકમાં લેતા ત્રણ મૂળભૂત તત્વોમાંથી નીચે મુજબ જુદી જુદી ઉર્જા મળે છે.
– કાર્બોહાઈડ્રેટના દર ગ્રામ માંથી 4 કેલેરી
– પ્રોટીનના દર ગ્રામ માંથી 4 કેલેરી
– ફેટના દર ગ્રામમાંથી 9 કેલેરી
તમે જોઈ શકો છો કે ફેટ અથવા ચરબી દ્વારા મળતી ઊર્જા એ અન્ય બંને તત્વો માંથી ઉર્જા કરતા બમણી છે. તે સાથે ફેટમાંથી મળતી ઊર્જાની ગુણવત્તાને કારણે આપણા શરીરને ધીમે-ધીમે, સતત અને સ્થિર રીતે બર્ન કરી શકાય તેવી શક્તિ મળી રહે છે. આનો મતલબ એમ થાય છે કે, પૌષ્ટિક તત્વો વાળા ફેટથી શરીરની ભૂખ સંતોષાય છે અને શરીરને પ્રોટીન અથવા કાર્બોહાઈડ્રેટ ની સરખામણી એ લાંબા સમય સુધી ચાલે તેટલી ઊર્જા અથવા શક્તિ મળી રહે છે.
તો પછી આપણે કેટલી ચરબી અથવા ફેટ ખાવી જોઈએ?
તાજેતરમાં થયેલ એક અભ્યાસ મુજબ આપણા રોજિંદા ખોરાકમાં લેવાથી કેલેરી માંથી એક તૃતીયાંશ ભાગ ચરબીમાંથી મળે તે જરૂરી છે. તે દૂધ અથવા દૂધની પેદાશો, માંસ, ફળો, બીજ, નટ્સ અથવા તેલ અથવા આ બધા સંયુક્ત રીતે લઇ મેળવી શકાય છે. તે મુજબ જો આપણે આશરે સરવાળો મેળવીએ તો, મધ્યમ બાંધાના પુરુષ, જેને દિવસ દરમિયાન ૫૦૦ કેલેરી જોઈએ છે, તેને દરરોજ 93 ગ્રામ અથવા તો છ થી સાત મોટી ચમચી ફેટ અથવા ઓઇલ ખાવું જોઈએ. સ્ત્રીઓ અને બાળકો માટે આનાથી ઓછી માત્રા ની જરૂર પડે છે. એટલે કે આવા મધ્યમ બાંધા ના પુરુષ ને આર્થિક વાર્ષિક 3.5 લીટર થી વધારે ઓઇલ ખાવું જોઈએ નહીં. તો તમારા ઘરમાં કેટલુ તેલ વપરાય છે? અત્યારના પ્રકાશિત આંકડાઓ મુજબ એક સામાન્ય ભારતીય વ્યક્તિ શરેરાશ 10 લીટર કે તેથી વધુ ઓઈલ દર વર્ષે આરોગે છે.
હા, શરીરની સુખાકારી માટે આપણને ફેટ અથવા ચરબી અથવા તેલની જરૂર છે પરંતુ તે કેટલા પ્રમાણમાં અને કઈ ગુણવત્તાનું છે તે મહત્વનું છે. તે સાથે આપણે એ પણ જાણવું જરૂરી છે કે, આપણે આયાત કરેલું તેલ તો ખાતા નથી ને! કે પછી તે તેલ ને કઈ રીતે પ્રોસેસ કરવામાં આવેલું છે અથવા તે શેનું બનેલું છે, એ જાણવું આપણી આપણા પોતાના પ્રત્યે ફરજ છે, જેનાથી આપણી પોતાની સારી તંદુરસ્તી જળવાઈ રહે છે.
આપણે તંદુરસ્ત રહેવા માટે ફક્ત ચરબી કે ફેટ કે ઓઇલ આરોગીએ એમ જરૂરી નથી પણ સાથે એ પણ જરૂરી છે કે, આપણે ત્રણેય પ્રકારના ફેટ લઈએ. આ પ્રકાર છે – સેચ્યુરેટેડ, મોનોસેચ્યુરેટેડ, અને પોલીસેચ્યુરેટેડ.
બધા જ તેલોમાં આ ત્રણેય ફેટ રહેલા હોય છે. જે તે ફેટની વધુ માત્રા તે તેલ નો પ્રકાર નક્કી કરે છે. આવા ફેટ અથવા ચરબીના ઉદાહરણ નીચે મુજબ છે..
સેચ્યુરેટેડ ફેટ – પુરા ફેટવાળું દૂધ, ચીઝ, બટર, ક્રિમ અથવા મલાઈ, કોમર્શિયલી બેકડ પ્રોડક્ટ, નાળિયેરી અને પામ નું ઓઇલ, અને માંસ વગેરે માંથી સેચ્યુરેટેડ ફેટ મળે છે.
મોનોસેચ્યુરેટેડ ફેટ – એવોકાડો, મગફળી, કાજુ, હેઝલ નટ, બદામ અને અન્ય નટ્સ, એક્સ્ટ્રા વર્જીન અથવા કોલ્ડ પ્રેસ ઓલિવ ઓઈલ વગેરેમાંથી મોનોસેચ્યુરેટેડ ફેટ મળે છે..
પોલીસેચ્યુરેટેડ ફેટ – ફીશ અથવા માછલી, મત્સ્ય પેદાશો, કાચી ઘાણી માં કાઢવામાં આવેલ અડસી નુ તેલ, કોળું અથવા પમ્પકીન ના બીજ, સન ફ્લાવર અથવા સૂરજમુખીના બીજ, હેમ્પ સીડ, અખરોટ અને બ્રાઝિલ નટ્સ જેવા નટ્સમાંથી પણ આ પ્રકારના પોલીસેચ્યુરેટેડ ફેટ મળે છે.
આ ત્રણેય પ્રકારના ફેટ અથવા ચરબી દરરોજ આહારમાં લેવા જરૂરી છે. તો પછી કયું તેલ અથવા કઈ ચરબી ફાયદાકારક છે? અને કયા તેલ આપણે ન ખાવા જોઈએ? એનો જવાબ આવતી પોસ્ટમાં. અને એ જવાબ કદાચ તમને ન પણ ગમે!!
Using Non Traditional Oils May Be Making You Sick
In India, native seeds such as mustard, groundnut, sesame and coconut are traditionally cultivated for their oil. These seed oils are traditionally extracted by cold pressing using non-hazardous, small scale production methods. These naturally produced oils are highly nutritious and full of flavour and as they are traditionally stored in their unrefined state, they resist rancidity.
“Relatively recently, foreign oils – principally palm oil and soybean oil, but also sunflower and safflower, have been introduced into India. These oils, extracted with heat or solvents, are very high in polyunsaturated fatty acids and are unsuited to Indian cooking methods or for long term storage. Sold only in a ‘pure’, i.e. highly refined, transparent and almost colourless form, and often fortified with vitamins, these oils are, in nutrition and health respects, inferior to traditional oils. However, because they are heavily advertised (often with spurious health claims), they are making inroads into the Indian market.”
http://www.independentsciencenews.org/…/indias…/ read this awesome article to get the story on fats in India.
We agree with the above article and would venture to say that the topic of fat/oils in India is a controversial one because there are some big players involved. And for decades they have been giving out confusing and factually incorrect information about the right fats to eat. Only recently have some of the medical profession admitted to this and changed their position on fats. We need to have a fresh look at fats and oils with the latest research information in mind.
Fat is a complex subject that needs a lot of explanation. We will discuss this topic in the weeks ahead. For now, suffice to say, that fat is essential to the body, without it we die!
Our brains are made up of a minimum of 60% fat, mostly cholesterol, yes cholesterol. We must consume good fats in order to absorb all the fat soluble nutrients the body needs such as A, D, E and K. These nutrients are important to many functions of the body, such as the building of cell walls, assimilation of minerals, helping stabilize hormone levels, building our immune system and aiding digestion, not to mention keeping our skin soft and supple.
Fat is required by the body for energy output. In nutrition, a unit of energy is called a calorie. This refers to the energy people obtain from the food they eat and the energy output utilised during physical activity. The members of the three basic food groups have varying energies.
-Each gram of carbohydrate yields 4 calories
-Each gram of protein yields 4 calories
-Every gram of fat yields 9 calories
As you can see, fat has more than double the amount of energy output of the other two. The quality of the energy produced from fats allows the body to burn energy consistently, in a slow, stable manner. This means that these nutrient dense fats satisfy bodily hunger and/or energy needs for a much longer period of time compared to protein and carbohydrates.
But how much should be eat?
The latest research shows that we should eat approximately one third of our daily caloric intake in fats. This is a combination of the dairy, meat, fruit, seeds and nuts, as well as oils in total. A quick sum using the above figures means that the daily intake for a man of medium build (2500c/d) is approximately 93 grams of fat. Or approximately 6-7 tablespoons of fat/oil per day. Women and children need less than this amount. This mean that the average yearly consumption of oil for a man should be no more than 3.5 litres a year. How much oil is your household currently consuming? Current published figures say the average person in India is consuming more than 10 litres of oil per year!
Yes, for bodily health we must consume fats/oils but quality and quality are of the utmost importance. We must know if the oil we consume is imported, how it was processed and what it was made from. It is the duty of care that we owe to ourselves, to maintain vital health. Not only must we consume good fats for good health, it is important to consume all three fats – saturated, monounsaturated and polyunsaturated, for complete health.
All oils have each of these three types of fat within their composition. Usually an oil is classified under the oil that is the majority of their makeup. Examples of these fats are:-
Saturated fats – which include fatty cuts of meat, full-fat milk, cheese, butter, cream, most commercially baked products, coconut and palm oil.
Monounsaturated fats – sources include avocado, and nuts such as peanuts, hazelnuts, cashews and almonds including other nut butters, and extra virgin or cold pressed oils such as olive and peanut.
Polyunsaturated fats – sources include fish, seafood, only cold pressed oils such as flax seed, pumpkin seed, sunflower and hemp seed oils, nuts such as walnuts and brazil nuts and seeds.
All of these must be eaten each day for bodily health. But which oils or fats are beneficial? Which oils should you throw away? You’re probably not going to like the answer!
3 Comments on Groundnut Oil
Comments are closed.